Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

3  

Jashubhai Patel

Others

શબ્દો

શબ્દો

1 min
6.9K


શબ્દો છે ક્યાં સ્વયં બોલતા,
છે એ તો બહેરા ને બોબડા.

છતાંય ગુંજે છે તારા મૌનમાં,
બનીને સજીવ સહજ સરકતા.

દિલમાં લગાવીને ડૂબકી ઊંડી,
ઊર્મિઓનાં મોતી વિણી લાવતા.

સાવ થીજી ગયેલી લાગણીઓને,
સ્નેહભરી ઉષ્માથી સહલાવતા.

ઉદાસીનાં ઘેરાયેલ વાદળોને હટાવીને,
ક્યારેક મનભરીને ખૂબ હસાવતા.

તાજી ફૂટેલી કાંટાળી વેદનાઓને,
હળવે હાથે પ્રેમથી પંપાળતા.

રિસાઇને બેઠેલા સાજનને 'જશ',
હૈયાંનું વહાલ ધરીને મનાવતા.


Rate this content
Log in