-શબ્દ રંગ
-શબ્દ રંગ
પાનખર ગઈ ને વસંતની બહાર આવી,
કામણ કલા અને પ્રકૃતિનો શણગાર લાવી.
પ્રેમી પંખીડાના હૃદય પર પ્રહાર કરતી,
પ્રેમની મધુર મીઠી બહાર લાવી,
ઉગતા સોનાના સુરજ અને ચંદ્રની,
શીતળતાની સમી સાંજ લાવી.
પ્રકૃતિ સોળ શણગાર સજીને,
ઉડાડે છે લીલો સમૃદ્ધિ નો રંગ.
ઉગતો સૂરજ ઉડાડે છે સોનેરી કિરણોનો રંગ,
સમી સાંજે ચંદ્ર ઉડાડે છે શીતળતાનો રંગ.
મારા દિલમાં છે પ્રિયતમનો પ્રેમ રંગ,
મારા હોઠના કામણમા છે પ્રીતનો ગુલાબી રંગ.
પ્રીતના ઇજહારમાં ઉડે છે શબ્દરૂપી ઇશ્કનો રંગ,
કાવ્ય સ્વરૂપે પ્રિયતમના વખાણનો અનોખો રંગ.
આ દુનિયા બધી લાગે છે રંગીન,
આ દુનિયામાં કોઈ છે ખુશ તો કોઈ છે ગમગીન.
ક્યાંક ઉડે છે ખુશીરૂપી શબ્દોની છોળોનો રંગ,
તો ક્યાંક ઉડે છે દુઃખ અને ઉદાસીનતાનો. રંગ.
રશિયા અને યુક્રેનમાં આજે ઉડે છે,
વૈમનસ્યનો ઘાતક ક્રુર રંગ.
ભારત કહે છે વાટાઘાટ કરી ઉડાડો,
દોસ્તી ને સમાધાનનો ખુશ મિજાજ રંગ.
મંજુલા શબ્દ ભૂમિ પર ઉડાડે છે અનેક રંગ,
ક્યાંક ખુશી તો ક્યાંક છે જંગ.
