Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".
Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".

Bhavna Bhatt

Drama


2  

Bhavna Bhatt

Drama


સેના

સેના

1 min 241 1 min 241



જાગો સેના જાગો, તમે ભય ને નિંદ્રા ત્યાગો,

ચીનને પાકિસ્તાન સામે જાગો સેના જાગો.


યુધ્ધ ભૂમિમાં ભાગો તો, ફાવી જાય ના દુશ્મનો,

ઊગતા આ તોફાન સામે જાગો સેના જાગો.


અંદર અંદર ના વિખવાદો ભૂલી જઈ સહુ એક બનો,

સહુએ સહુના ધર્મ પ્રમાણે એક બનીને નેક બનો.


ધોઈ દિલના ડાઘા ને કામે સઘળાં લાગો,

ખાંડ ખાતા એ દુશ્મનો સામે જાગો સેના જાગો.


આઝાદીનું રક્ષણ કરવા શિર વિહોણા ધડ લડશે,

ભારતમાતાના હૈયા પર દુશ્મનો એ કર્યો દેકારો.


ભાવના રણશિંગાના રાગો એ મીઠા સહુને લાગે,

જય જય હિન્દુસ્તાન બોલી જાગો સેના જાગો...


Rate this content
Log in

More gujarati poem from Bhavna Bhatt

Similar gujarati poem from Drama