Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jivatiben Bachubhai Pipaliya

Fantasy Inspirational Others

3  

Jivatiben Bachubhai Pipaliya

Fantasy Inspirational Others

સાંપડે સિદ્ધિ સદા

સાંપડે સિદ્ધિ સદા

1 min
203


પુરુષાર્થ કરતાં ચાલશો તો સાંપડે સિદ્ધિ સદા,

નૈરાશ્ય નાથી, દોડશો તો સાંપડે સિદ્ધિ સદા,


ફોગટ નથી જાતા અહીં કાર્યો કરેલા જાણજો,

મળશે સફળતા માનશો તો સાંપડે સિદ્ધિ સદા,


છે જિંદગી કષ્ટો ભરેલી, હારવું મારે નથી, 

પડકાર પામી, ખાંપશો તો સાંપડે સિદ્ધિ સદા,


સંજોગ કેરી નાવડી, તરફેણમાં આજે નથી,

પ્રસ્વેદ બિંદુ પાડશો તો પામશો સિદ્ધિ સદા,


ઉડાન ઊંચી રાખવી ના લક્ષ્ય નીચું હો કદી,

વિશ્વાસ દિલમાં રાખશો તો સાંપડે સિદ્ધિ સદા,


મુશ્કેલ ક્ષણને માણવી, મક્કમ મને પણ કાયમી,

ધીરજ ધરી ને મ્હાલશો તો સાંપડે સિદ્ધિ સદા,


હુન્નર તણી તું ખાણ છે ! પામી શકે ધાર્યું સકલ,

આશા કણી પ્રગટાવશો તો સાંપડે સિદ્ધિ સદા.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy