Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Bharat Thacker

Abstract

4.3  

Bharat Thacker

Abstract

રવિવાર, અનોખો યાર

રવિવાર, અનોખો યાર

1 min
224


આપણા સહુની જિંદગીમાં દર અઠવાડીએ એક મસ્ત તહેવાર હોય છે

રવિવાર છે છૂટીનો દિવસ, રવિવાર ખુશીઓનો દ્વાર હોય છે,


પૂરો અઠવાડિયા કામ કરીને થઈ ગઈ હોય છે આપણી બેટરી ડાઉન

રવિવાર આપણને કરે તાજોમાજો, રવિવાર જાણે કે ચાર્જરનો અવતાર હોય છે,


રવિવારની ખુશીમાં, મોડે સુધી જાગી જવાય છે શનિવારની દરેક રાત્રે

રવિવારની નિરાંત હોય છે અલગ, રવિવારે મોડી પડતી સવાર હોય છે,


કપલ સર્વિસ કરતા લોકો માટે તો હોય છે રવિવારનો વાર ખાસ

કેટકેટલા કામો પતાવવાનો રવિવાર પર દારોમદાર હોય છે,


રવિવારના કેવો સરસ રીતે જામતો હોય છે કુટુંબનો મેળો

કુટુંબના દરેક સભ્યનો પરસપર છલકતો વધુ પ્યાર હોય છે,


ખરેખર જોવા જાઓ તો, રવિવાર વગર જિંદગી થઈ ગઈ હોત કેટલી નીરસ

લાગે છે જિંદગીમાં રવિવાર જ સહુનો અનોખો યાર હોય છે.


Rate this content
Log in