Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

BINAL PATEL

Others

3  

BINAL PATEL

Others

રૂડું રૂપાળું ગામડું

રૂડું રૂપાળું ગામડું

1 min
149


નવા તરંગોથી ચિતરાયેલાં સપના ડોક ઉંચકી જાગે પરોઢે,

કૂકડાની બાંગ પહેલાં જ નયન ખૂલ્યાં ને લાગી ગ્યાં એ વલોણે,


દૂધડાં ભરેલાં માટલાં, થાળી જેવડાં રોટલાં ને મીઠી છાશનાં બોધેણા,

પોયરા આંગણે રમતાં, બાળકો નિહાળે જાતાં ને ભાભાઓ બેસતાં ચોરે,


ખેડૂત ખેતરની વાટ પકડતાં, અતિશય પરિશ્રમને અંતે લહેરાતાં ડૂંડા નિહાળે,

મસ મઝાની જિંદગી, દિ' ઊગેની વાત, ના ઝાઝું વિચારે ને ના દુઃખડાં રોવે,


આવાં મોજે દરિયા ને અંતરથી સાફ માણસ ભારતનાં કોઈ ગામડે જ મળે,

ભોમિયા આખી દુનિયા ફરે, સાચું સુખ પરિવાર સંગ જોઈ, અંતરમાં ટાઢક વળે.


Rate this content
Log in