Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

ઋતુ

ઋતુ

1 min
113


આજકાલ તો ઋતુની જેમ જ,

માણસો બદલાઈ જાય છે

સવાર, બપોર, સાંજ સુધીમાં તો

તડકો, વરસાદ ને ઠંડી જેવાં

રૂપ બતાવી દે છે,


ઋતુ પ્રમાણે ફળ જેવા બની જાય છે

જે બે ત્રણ મહિનામાં બદલાઈ જાય છે

ભાવના કુદરત તો એનું કામ કરે છે,

પણ માણસ બદલાઈ જવામાં તો

ઋતુ ને પણ પાછળ છોડી દે છે,


માણસ ઋતુ પ્રમાણે ગર્જના કરે છે

પોતાની સત્તાનો તાપ બતાવે છે

અને સ્વાર્થ કાજે વરસી પણ જાય છે,


આ માણસ બધું જ બની ગયો છે

પણ માણસ બનવાનું જ ભૂલી ગયો છે,


ઋતુ પણ આ જોઈ શરમાઈ ગઈ છે

પણ માણસને એ થકી અહમ વધ્યો છે

સમય સમયે ઋતુ બદલાય છે

પણ માણસ તો ઋતુને ય હંફાવે છે,


મંગળ પર પહોંચી ગયો છે

પણ સૌનું અમંગળ કરવામાં પહેલો છે

ઋતુ તો મોસમ જ બદલે છે

પણ માણસ તો સઘળું બદલે છે.


Rate this content
Log in