Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Deviben Vyas

Others

4.4  

Deviben Vyas

Others

રંગોત્સવ

રંગોત્સવ

1 min
369


દહન નફરત તણું કરવાં, મનાવો આજ રંગોત્સવ.

દફન સૌ જૂઠનું કરવાં, રચાવો આજ રંગોત્સવ.


કરી આજે વિજય દિલમાં, શમન દૂષણ તણું ઝંખી,

દરસ એ સત્યનું ધરવાં, જગાવો આજ રંગોત્સવ.


વિસારી દઈ હવે સંતાપને સઘળાં કરી આનંદ,

છલકતી આંખ ભરવાં, લસાવો આજ રંગોત્સવ.


વરસ્યો આજ ફાગણ રંગ ઢોળીને પલાશી થઈ,

ચમકતાં તેજ ખળવાં, મચાવો આજ રંગોત્સવ.


ધરીને પ્રેમને ઉરમાં, પરમનું સુખ ખરું લેવાં,

દમન સૌ આજ હરવાં, સજાવો આજ રંગોત્સવ.


Rate this content
Log in