Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dipakbhai Makwana

Romance

4  

Dipakbhai Makwana

Romance

રંગોની મોસમ આવી

રંગોની મોસમ આવી

1 min
387


આવી રે આવી રંગોની મોસમ આવી,

ગમતાંને ગુલાલથી ભરવાની મોસમ આવી,


આંખોમાં પ્રેમ રંગ ભરી કોડભરી કન્યા આવી,

પિચકારીમાં પ્રેમ ભરી વાલમનાં દીલને રંગવા આવી,


કેસૂડાંને ફાગણમાં ફૂટી જવાની,

કેસરી પાનેતર પહેરી પિયુને મળવા આવી,


જિંદગીની સાંજ તો હતી શ્વેત સુહાની,

મેઘઘનુષ્યનાં મસ્તીના રંગો પૂરવા સંધ્યા આવી,


વસંતનો વાયરો વાયો ને ફૂલો ઉપર પતંગિયું રંગોળી કરવા આવ્યું,

નવરંગી ચુંદડી ઓઢી વનરાજી રંગોત્સવ મનાવવા આવી,


સૃષ્ટી આખી રંગોની મોસમમાં ઝૂમે છે કેવી મજાની,

ચાલને "દીપ" રંગોત્સવમાં આપણે પણ થોડા છબછબિયાં કરી રંગોત્સવ મનાવીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance