રંગ ભીની ઝાકળ
રંગ ભીની ઝાકળ


આજ કેસુડાને જોઈ મન હરખાય છે,
કેસરિયો રંગ જોને વસંતે ઉભરાય છે,
ભરી રંગોને ઉરમાં ચીતરી રંગોળી,
પ્રેમના રંગો તો સ્નેહથીજ છલકાય છે,
રંગવિહીન જિંદગીમાં સફેદી જો ખટકે,
મેઘધનુષ્ય બની ત્યાં મિત્રો મલકાય છે,
હૈયાને ઝબોળી સ્નેહમાં, મિત્રોને વધાવું,
રંગીલા રંગોથી આજ મનડું હરખાય છે,
ક્યાં જરૂર છે રંગોને હથેળી પર અડવાની ?
રંગોથી નીતરતી ઝાકળ રોજ પથરાય છે.