રક્ષાબંધન
રક્ષાબંધન
આવ્યો મોંઘામુલો રક્ષાબંધનનો તહેવાર,
રક્ષા કાજે બાંધે છે બહેન હીરની ડોર,
બહેન ચાહે ભાઈની જિંદગી બને સુખમય,
ભાઈના જીવનમાં આવે ખુશીઓની વણઝાર,
ભાઈ માટે કરે છે ઈશ્વરને પ્રાર્થના,
બસ જનમો જન્મ મળતો રહે ભાઈનો પ્યાર,
કંકુનું તિલક કરે એ ભાઈના ભાલ પર,
બહેનના હૈયે હોય ભાઈ મારે સ્નેહ અપાર,
મીઠું મો કરાવે મીઠાઈથી એ ભાઈનું,
કરે ઈશને પ્રાર્થના, રાખજો ભાઈના હૈયે પ્રીત અપાર,
નથી ચાહતી ભાઈ પાસેથી કોઈ મોટી ભેટ,
બસ ઈચ્છે છે એવું, સદા મળતો રહે ભાઈનો પ્યાર.
