Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rupal Sanghavi "ઋજુ"

Romance

4  

Rupal Sanghavi "ઋજુ"

Romance

રજકણ

રજકણ

1 min
271


તુજ રંગે રંગાઈ જવું છે,

દીન દુનિયા વિસરાઈ જવું છે,

ઘૂઘવે અંતર ઊર્મિ મારી

તુજ હૈયે પડઘાઈ જવું છે,


યાદ બની ઉભરાઈ જવું છે,

આંખેથી છલકાઈ જવું છે,

કેસૂડાએ કામણ કરીયાં,

રંગ રાતે અંજાઈ જવું છે,


સાંચ તુલા તોળાઈ જવું છે,

પ્રેમ શબદ બોલાઈ જવું છે,

હોંઠ ખુલે ને ખિલે મોગરો,

સ્મિત બની વેરાઈ જવું છે,


વસંત થઈ મ્હેંકાઈ જવું છે,

શ્વાસો માંહે સમાઈ જવું છે,

ધક ધક સાથે તાલ મિલાવી,

પાલવ થૈ વીંટળાઈ જવું છે,


પલકારે ઝડપાઈ જવું છે,

નયન બાણ વીંધાઈ જવું છે,

નાચે હૈયું ઝાંઝર પહેરી,

ધબકારે ઝણકાઈ જવું છે,


વિશ્વાસે "ઋજુ" ચણાઈ જવું છે,

પાયામાં ધરબાઈ જવું છે,

સપ્તરંગી સંબંધ સરનામે,

રજકણ થઈ પથરાઈ જવું છે.


Rate this content
Log in