Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Bharat Thacker

Abstract

3  

Bharat Thacker

Abstract

રહસ્યની દુનિયા

રહસ્યની દુનિયા

1 min
214


રહસ્યની દુનિયા છે અલગ, દુનિયામાં રહસ્યો અપરંપાર છે,

માયાવી છે આ દુનિયા, કુદરતના રહસ્યનો ક્યાં કોઈ પાર છે ?


દુનિયામાં ઘણી ચીજો હોય છે હંમેશ માટે ઢાંકવા જેવી,

એવી ચીજોને રહસ્ય રાખવામાં જ ભલીવાર છે,


જિંદગીમાં ઘણી જીત હારમાં પણ, છૂપાયેલ હોય છે રહસ્ય,

ઘણી જીતમાં, સામાવાળાએ ઈરાદાપૂર્વક સ્વીકારેલ હાર છે,


આકર્ષણનો કાયદો પણ છે આપણા માટે રહસ્યભર્યો,

લૉ ઓફ એટ્રેક્શનનો સિદ્ધાંત પણ, થાય સાકાર છે,


માનવના હૃદયને, ક્યાં કોઈ જાણી શકે છે

માનવ હૃદય, રહસ્યનો ભંડાર છે,


દરેક સફળતાનું રહસ્ય છૂપાયેલ હોય છે આત્મવિશ્વાસમાં,

આત્મવિશ્વાસ, દરેક સફળતાનો મુખ્ય દ્વાર છે,


આખી જિંદગી દોડતા રહ્યા, એ રહસ્ય પાછળ,

પાર ન પામી શકાય એવું રહસ્ય, પરવરદિગાર છે.


Rate this content
Log in