Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Kiran piyush shah "kajal"

Others

4  

Kiran piyush shah "kajal"

Others

રહેવા દે

રહેવા દે

1 min
213


નગરમાં આજ ખૂલ્લે મોં તું ફરવાનું રહેવા દે, 

ગળે વળગી હવે સૌને તું મળવાનું રહેવા દે, 


પરંતુ કિંતુ કરવાનું પછી શરમાવવાનું કેમ ? 

નજર ઝૂકાવી સ્વીકારી તું લડવાનું રહેવા દે, 


કરી લે થાય એ બોલી ગયા છે એમને આજે, 

સજા કરવા લઈ સોટી તું ફરવાનું રહેવા દે, 


નમાવીને પછી આગળ વધી જાશે ખબર છે ને ? 

તો નતમસ્તક રહીં, હારી તું ડરવાનું રહેવા દે, 


નકામી વાતમાં એણે વધારી વાત ગભરાયો, 

વળી જોયું નથી પાછળ તું નડવાનું રહેવા દે, 


ટકાવી રાખજો હિંમત સમય આવ્યે અહીંયા કે, 

બધી બાબત ભૂલી જઈને તું રડવાનું રહેવા દે, 


કહી દો આજ સૌને કે જમાનો આખરે આવ્યો, 

નથી ટકતો સમય એનો તું ગણવાનું રહેવા દે.


Rate this content
Log in