Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

રાજપાટ

રાજપાટ

1 min
206


એવાં રાજપાટ હવે રહ્યાં નથી,

છતાંયે ઘણાં રાજા બનીને ફરે છે

પોતાને મહાન સમ્રાટ સમજે છે

ને બીજાને ક્ષુલ્લભ સમજે છે,


રાજા ગયાં ને રાજપાટ હવે ગયાં

તોય રાજ રમતો ચાલુ જ છે

ભાવના ચક્રવ્યૂહ રચી બરબાદ કરે છે

અમીરીનો ફાંકો વધુ પડતો રાખે છે,


નીતિ નિયમો નેવે મૂકી ચાલે છે

રૂપિયા થકી અહમ વધારે રાખે છે

રાજા મહારાજા જેમ વટથી જીવે છે

પોતાનું એકચક્રી શાસન સ્થાપે છે,


લાચાર ને મજબૂરીનો લાભ ઉઠાવે છે

એ થકી રૂપિયાની થપ્પી ભેગી કરે છે

ભગવાન પણ જોઈ હેરાન છે,


રાજપાટ ગયાં પણ રાજાશાહી રહી ગઈ

માણસાઈ ભૂલાઈ ને રૂપિયા વહાલાં છે

હજુયે રાજપાટમાં લોકો જીવે છે.


Rate this content
Log in