Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Inspirational Children

3  

Manishaben Jadav

Inspirational Children

પુસ્તક વિમોચન

પુસ્તક વિમોચન

2 mins
195


રાધિકા આજે ખૂબ ખુશ હતી. તેના પ્રથમ પુસ્તકનું વિમોચન થવા જઈ રહ્યું હતું. આ વિમોચન કંઈ એટલું સહેલું ન હતું. એના માટે એણે ખૂબ મહેનત કરવી પડી. તેમજ કેટકેટલાં અપમાનો વેઠવા પડ્યા હતા. જે વસ્તુ સરળતાથી મળી જાય તેની કિંમત ન હોય, પરંતુ મહા મહેનતે મળેલી વસ્તુની કિંમત અમૂલ્ય હોય છે.

રાધિકાને બાળપણમાં શાળામાં ભણતી ત્યારથી જ લેખનનો શોખ હતો. કવિતા અને બાળવાર્તા જાતે લખતી. ખૂબ મજા માણતી. ધીમે-ધીમે લેખનની પ્રવૃતિને વેગ મળ્યો. પરંતુ ઘરની પરિસ્થિતિ ગરીબ એટલે અમુક સ્પર્ધામાં જ પોતે ભાગ લઈ શકતી. મોટી થતાં અમીર ઘરોમાં તેના સંબંધની વાત ચાલવા લાગી. અમદાવાદ શહેરના એક નામાંકિત કંપનીના માલિકના છોકરા અનિકેત સાથે તેના લગ્ન થયાં.

રાધિકા મનમાં અનેક સ્વપ્ના જોવા લાગી. પોતાને હવે અનુકૂળ વાતાવરણ મળી જશે. મોટી લેખિકા બનશે. આખી દુનિયામાં તેના નામનો ડંકો વાગશે. પોતે મરજી મુજબ રૂપિયા ખર્ચ કરીને પુસ્તક છપાવી શકશે. લગ્નને પાંચેક અઠવાડિયા પુરા થયા. એક દિવસ બપોરના સમયે તે કાગળ અને કલમ લઈ લેવા બેસી ત્યાં જ તેના સાસુ સસરા આવ્યા અને કહેવા લાગ્યા, "જો વહું બેટા આ ઘરમાં તમને કંઈ જ કમી નથી. તું ધારે ત્યાં જઈ શકે અને ખરીદી શકીશ. પરંતુ આ લખવા માટે સમય નથી. ઘરના સૌ સભ્યોનું ધ્યાન રાખો અને હરો ફરો."

રાધિકાના સ્વપ્ન પળભરમાં જ તુટી ગયા. તેના કારણે ઘરમાં ક્લેશ થાય તેવું તે ઈચ્છતી ન હતી. તેથી આ વાત તેણે ફરી કોઈને કરી નહીં. સ્વપ્નને સાવ ભૂલી ગઈ. તેમને ત્યાં દીકરીનો જન્મ થયો. તે દશ વર્ષની થતાં જ માતા તેને કવિ અને વાર્તા તરફ વાળવા લાગી. અનિકેતને આ જાણ થઈ. તેણે રાધિકાના સ્વપ્ન વિશે જાણ્યું. રાધિકાને આ બાબતે સપોર્ટ આપ્યો. ઘરના સભ્યોને મનાવ્યા.

રાધીકાની કલમ જાણે દોડવા લાગી. જોતજોતામાં સાહિત્યના અનેક સ્વરૂપોમાં ખેડાણ કર્યું. આજે તેના પ્રથમ પુસ્તકના વિમોચન કાર્યક્રમમાં સૌ મહેમાનો આમંત્રિત હતા. રાધિકાના ચહેરા પર ખુશીની લહેર દોડી રહી હતી.

"સ્વપ્ન આજે ફળ્યું મારું લેખિકા તરીકે માં મળ્યું

પ્રથમ પુસ્તક બન્યું મારું સુખનું કિરણ ખીલ્યું"


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational