પુરુષ
પુરુષ


સ્ત્રી અને પુરુષ રુપી બે પૈડા, જીવ સૃષ્ટિનો આધાર છે
સ્ત્રી હોય છે સોહામણી, પુરુષ હોય મર્દાના એવા કુદરતી પ્રકાર છે,
કુટુંબ માટે જ જીવતો હોય છે પુરુષ હરહંમેશ
દુનિયાના કોઈ પણ તોફાન સામે, કુટુંબ માટે બની રહે દિવાર છે,
સંતાનનો જિંદગીમાં થાય પ્રવેશ અને બદલાઈ જાય છે પુરુષની જિંદગી
સંતાનની જિંદગીને આપે છે મુકામ, સમગ્ર જિંદગી સંતાનનો આધાર છે,
બચપનમાં ઘોડો બનીને, ખુશી ખુશી વહન કરે છે પુરુષ, સંતાનનો ભાર
ગંભીરતાથી જુઓ ‘સૌરભ’, સંતાન આજીવન, એ ઘોડા પર જ સવાર છે,
પોતાના દર્દ દબાવીને જીવવા માટે જાણીતો હોય છે પુરુષ
મર્દ કો દર્દ નહીં હોતા સૂત્રનો, પુરુષ સૂત્રધાર છે,
આમ તો પુરી જિંદગીમાં, આંસુના પૂરને નાથી શકતો હોય છે પુરુષ
લાડલી દીકરીના લગ્ન પ્રસંગે આંસુઓને નાથવામાં પુરુષ લાચાર છે,
પોતાના દ્વારા કમાયેલી દરેક ચીજ કરી દેતા હોય છે કુટુંબીજનોને નામ
સલામતી, સહકાર, સંવેદના અને સમર્પણનો પુરુષ સાક્ષાત્કાર છે,
અબોલા અને રૂદન એ બે છે સ્ત્રીના સહુથી અસરદાર હથિયાર
સંવેદનાની વેદના સાથે રહેતો પુરુષ, સ્ત્રીના અસહકાર સામે બેજાર છે,
પુરુષની ભૂમિકા બોલકી હોતી નથી દુનિયામાં ક્યારેય
પડદા પાછળની ભૂમિકા ભજવવામાં પુરુષ હંમેશ દિલદાર છે.