Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ચૈતન્ય જોષી

Children

3  

ચૈતન્ય જોષી

Children

પતંગની વેદના

પતંગની વેદના

1 min
176

પતંગરસિકો છોને આજે મોજ માણે.

પણ પતંગની વેદના આભ શું જાણે ?

છોને મળ્યું એને ઊડવા કેવું રે ગગન..!

તોયે નડતાં માનવનાં સાંકડાં રે મન,

જુદા જુદા રંગોને વ્યોમ પણ વખાણે,

પણ પતંગની વેદના આભ શું જાણે ?

મળ્યો છે દોર છૂટો એને ઠેકઠેકાણે,

વિચરતી આભમાં સંભળાતા ગાણે,

કરી વાત આભને ઓલ્યા તપતા ભાણે,

પણ પતંગની વેદના આભ શું જાણે ?

ઊડવું આનંદથી ને તોય વળી કપાવાનું,

ખૂણે ખાંચરે કે વીજપોલમાં ફસાવાનું,

પાછા દોર આપણો બાળકો જ તાણે,

પણ પતંગની વેદના આભ શું જાણે ?

Rate this content
Log in

Similar gujarati poem from Children