Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manjula Bokade

Romance

3  

Manjula Bokade

Romance

પતંગ અને દોર

પતંગ અને દોર

1 min
131


 હે પ્રિયતમ તું મારો પતંગ ને હું તારી દોર થાઉં,

 પ્રેમના તાંતણે તારી સાથે બંધાઈ જાઉ,

 

 તું ઊડે ઊંચા આકાશે ને હું તારી કમાન થાઉં,

 તારા અવકાશ સફરની હું હમસફર થાઉં,

 હે પ્રિયતમ તું મારો પતંગ ને હું તારી દોર થાઉં,


 હું આપું ઢીલ ને તુંં પેચ લડાવજે,

 તારો પેચ ન કપાય, માટે હું તારી સુરક્ષા કવચ થાઉં,

 હે પ્રિયતમ તું મારો પતંગ ને હું તારી દોર થાઉં,


 તારી સુરક્ષા માટે હું ધારદાર થાઉં,

 તારી પ્રીતની રીતને નિભાવવામાં સાચી સાબિત થાઉં,

 હે પ્રિયતમ તુંં મારો પતંગ ને હું તારી દોર થાઉં,


 આજ આપણી થાય પ્રીતની સાચી સગાઈ,

 કોઈ તારો પેચ કાપી, ન દે દૂર ફગાઈ,

 હે પ્રિયતમ તું મારો પતંગ ને હું તારી દોર થાઉં.


Rate this content
Log in