Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Dave Ravikumar Kanubhai

Others

3  

Dave Ravikumar Kanubhai

Others

પથારી ફેરવી નાંખી

પથારી ફેરવી નાંખી

1 min
6.6K


આ મંદિર ને આ કાબાની પથારી ફેરવી નાંખી,
ઓ પથ્થર! તે તો શ્રદ્ધાની પથારી ફેરવી નાંખી.

હવે પ્રેમીને પ્રેમિકાનાં નામોની છે કોતરણી;
પ્રણય તે તો આ કિલ્લાની પથારી ફેરવી નાંખી.

જણાશે જો હવે એનીય કિંમત ચાલનારાને,
કે હોળીએ તો રસ્તાની પથારી ફેરવી નાંખી.

ચડાવીને ઘણાં મહોરાં ફરે છે માનવી આજે,
ને એણે સાચા ચ્હેરાની પથારી ફેરવી નાંખી.

હતું એ, તો હતો કંઈ જોશ ને જુસ્સોય શોધ્યાંનો,
ગુગલ મેપે તો નકશાની પથારી ફેરવી નાંખી.


Rate this content
Log in