Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

5  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

પ્રતિબિંબ

પ્રતિબિંબ

1 min
512


જુવો અસ્તિત્વનું અનેરું પ્રતિબિંબ ઝીલાય જળમાં,

પછી હકીકત અમથી અમથી અટવાય વમળમાં !


તળિયે કાદવમાં કોણ જાણે શેનો શેનો થાય સંગ્રહ,

ને પછી સૃષ્ટિનું સૌંદર્ય ખીલીને મલકાય કમળમાં !


ચૂંટી પુષ્પો કોઈ નમણી નાર ચાલી મંદિર તરફ,

પ્રભુ ચરણે એ સૌંદર્ય ઢગલો થઈ જાય શરણમાં !


અતિતના પ્રતિબિંબ ઝળકયા વર્તમાનના વારિમાં,

થિજેલા ઝખ્મોની જુવાની અકળાવી જાય ઘડપણમાં !


જિંદગી આખી વીતી ખુદની જ પરછાઈ પકડવામાં,

આમ જ સમય હાથતાળી આપી ખેંચી જાય મરણમાં !


હવે આંખોની ગલીઓમાં થાક્યા છે "પરમ" સપનાઓ,

ને મને બનાવી "પાગલ" દર્દ ઓગળી જાય ઝરણમાં !


Rate this content
Log in