Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Minakshi Jagtap

Abstract Romance Others

3  

Minakshi Jagtap

Abstract Romance Others

પ્રિયતમ તારા વિયોગમાં

પ્રિયતમ તારા વિયોગમાં

1 min
170


મોસમ વરસાદની તન ભિંજાવતી ધરતી ભલે,

હૃદયનાં ધબકારા સાથે મનડું મારૂં ભડભડ બળે,


રંગબેરંગી છત્રી લઈ મીટ માંડુ માર્ગ મહી,

સાંકડી ગલીઓમાં નજર આમતેમ દોડી રહી,


આસ તો નિરર્થક છે, જાણે રે આ દિલડું મારું,

સ્મરણ વિના કશું મળે નહી, તુજ કહે શું કરું ?


વરસાદી વાયરામાં, મહેક ધરતીની લેતી લેતી,

સખીઓ સંગ ગામને પાદરે ચાલી જતી હતી,


સામેથી આવતા નજર તારી મારી એક થઈ,

તારી કાગળની હોડીમાં પ્રિત મારી વહેતી ગઈ,


દિલ મળ્યાં, પ્રેમી પંખીડાનાં જાગ્યા અરમાન,

પગરવ સંસારે માંડી મિલનથી થયા એક તન મન,


હજી તો પ્રણયના પાંગરી રહ્યા હતાં રે દ્રશ્યો, 

ત્યાંજ ખોળામાં તારી મૂરત નાખી થયો અદૃશ્ય,


વિયોગના એક એક ક્ષણ લાગે હજારો યુગ સમ,

તડપાવે યાદ પલપલ, નયનો અશ્રુઓની ધારથી નમ,


તારી આ માસૂમ મૂરતમાં ખોળું છું તુજને નિત્ય,

કર્તવ્ય છે એક માંનું, એજ મુજ જીવનનું સત્ય,


મારાં મનમાં ચાલતી અગન ક્યારેય ન આથમે, 

માટેજ આંસુઓ છૂપાવતો વરસાદ મુજને ગમે.


Rate this content
Log in