Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

પરિવાર વિના

પરિવાર વિના

1 min
331


જીવન સાવ એકલું અટૂલું લાગે પરિવાર વિના,

સઢ વિનાની જાણે કે નાવ ભાસે પરિવાર વિના,


પરિવાર તો સ્વરૂપ છે સ્નેહના ગઠબંધન તણું,

કોણ રહે મુસીબતમાં સદા આગે પરિવાર વિના,


જીવનમાં મળી જાય એક જબ્બર પીઠબળ ને,

કુટુંબથી દૂર રખેને શૂન્યતા જાગે પરિવાર વિના,


"સૌનો સાથ સૌનો વિકાસ "ચરિતાર્થ થાય સર્વદા,

કોણ સાચી સલાહને સાથ આપે પરિવાર વિના,


પરિવાર એ તો પ્રથમવાર છે સપ્તાહના પ્રારંભે,

કોણ હાથ ઝાલીને બાંયને પકડે પરિવાર વિના.


Rate this content
Log in