Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

પ્રીત હોવી જોઈએ

પ્રીત હોવી જોઈએ

1 min
220


હાથમાં ન હોય ભલે એનો હાથ, દિલમાં પ્રીત હોવી જોઈએ,

રોજ ન હોય ભલે એનો સંગાથ, વિરહમાં પ્રીત હોવી જોઈએ !


ભલે એના કામણગારા કેશ ન ભરે જાદુ નજરમાં સમાઈને,

હવામાં ઊડતી જુલ્ફની ઊડતી એક લટ સાથે પ્રીત હોવી જોઈએ !


આસમાનમાં ઊડવાની એક તક મળે તો ઝડપી લેવી સારી,

પંખની ઓળખ પછી પણ, કાયમ ધરા સાથે પ્રીત હોવી જોઈએ !


લખતાં લખતાં ભલે ખાલી થઈ જાય સઘળા શબ્દોનો ખજાનો,

પછી સર્જાય ભીતર ખાલીપો, તો એ શૂન્ય સાથે પ્રીત હોવી જોઈએ !


જીવન બાગમાં જે પુષ્પ ખીલ્યાં એ એક દિવસ કરમાવાના જરૂર,

સર્વ સ્વીકાર સહ શાશ્વત સુગંધ સાથે પ્રીત હોવી જઈએ !


અતીતને ભૂલી ને ભવિષ્યમાં ન ભટક્યા કરીએ પલ પલ,

મોત તો ગમે ત્યારે ભલે આવે, જીવન સાથે પ્રીત હોવી જોઈએ !


'પરમ' પામ્યા પછી શું હાર ને વળી શુ જીત ? શું સુખ ને શું દુઃખ ?

સાક્ષી બની ભીતરથી જોનાર 'પાગલ' સાથે પ્રીત હોવી જોઈએ !


Rate this content
Log in