પ્રેમનો પંથક
પ્રેમનો પંથક
1 min
6.4K
મારા હિસ્સાનું આકાશ તારી અગાશીથી નહીં જોઉં,
તને ખોટું લાગે તો લાગે પણ આ સીધે સીધું કહી દઉં!
જામે છે મહેફિલ ને તારી કમી હંમેશ વર્તાય છે;
મન તો થાય છે તને દુનિયાથી ઝૂંટવી લઉં.
મળવું અને છૂટા પડવું બસ ખેલ નસીબનો જ હોઈ શકે!
થાય છે જાતનો સોદો કરી ખુદા સાથે એ બદલી લઉં.
જમાનાની નજરનાં ખોટા છીએ તો ખોટા ખરાં.
એકમેકની દુનિયામાં તો આપણને સાચા ઠેરવી દઉં.
આંખોમાં ઝળઝળીયા ને દિલમાં એક; આશ તારી,
પ્રેમનો આ પંથક આપણને રંજાડે છે બહુ.