પ્રેમની વહેતી સરિતા
પ્રેમની વહેતી સરિતા
જનમ જનમનો સાથ હું નિભાવું,
તું અતુટ બંધનમાં બંધાઈ જા,
હું બની જાઉં તારૂં પ્રેમાળ દલડુ,
તું મારા દલડાની ધડકન બની જા.
હરપળ હું તારા નામનું રટણ કરૂં,
તું મારા પ્રેમની દેવી બની જા,
જીવનભર તારી આરાધના કર્યા કરૂં,
તું ખૂબજ પ્રેમથી પ્રસન્ન થઈ જા,
તારા પ્રેમનો હું સાગર બની જાઉં
તું મારા પ્રેમના તરંગો બની જા,
હરપળ તારી હું વાટલડી જોયા કરૂં,
તું મારી સાથે મધુર મિલન કરી જા.
"મુરલી" માં હું મેઘ મલ્હાર વગાડુ,
તું મારા પ્રેમનો વરસાદ બની જા,
તારા પ્રેમમાં હું તરબતર બની જાઉં,
તું પ્રેમની વહેતી સરિતા બની જા.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)