Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

3  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

પ્રેમની તાન

પ્રેમની તાન

1 min
201


ન રહે તું નારાજ મુજથી,

પ્રેમમાં તો મતભેદ થયા કરે,

સાથે મળી નિરાકરણ કરીએ તો,

પ્રેમમાં આનંદ વધ્યા કરે,


આપણે બંને ગુસ્સો કરીએ તો,

વાતાવરણ તંગ બન્યા કરે,

એકબીજાને દુઃખ લાગે અને,

હૃદયમાં તિરાડ વધ્યા કરે, 


સાચો પ્રેમ કર્યો છે આપણે,

પ્રેમ તંતુ હંમેશા મજબૂત કરીએ, 

નફરતની પાનખર દૂર કરીએ તો,

પ્રેમની વસંત મહેક્યા કરે,


રાઈનો પર્વત આપણે કરીએ તો,

મહોલ્લામાં તમાશો વધ્યા કરે,

આપણા બંનેની હાંસી થાય અને,

લોકોને મનોરંજન મળ્યા કરે,


પ્રેમના મતભેદ દૂર કરીએ તો,

સરિતા પ્રેમની વહ્યાં કરે,

પ્રેમના સાચા ફરિશ્તા બનીએ તો,

"મુરલી" પ્રેમની તાન છેડ્યા કરે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama