Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

𝓚𝓲𝓽𝓽𝓾❤️ 𝑷𝒐𝒆𝒕𝒓𝒚

Romance Inspirational Others

4.0  

𝓚𝓲𝓽𝓽𝓾❤️ 𝑷𝒐𝒆𝒕𝒓𝒚

Romance Inspirational Others

પ્રેમની દિલથી મુલાકાત

પ્રેમની દિલથી મુલાકાત

1 min
203


સૂમસામ દિલમાં કોઈના પગલાંની છાપ પડી હતી,

પહેલી નજરે પ્રેમની મુલાકાત થઈ હતી,

ઉપવન જેવું હતું અમારું દિલ બાગ તમારા પ્રેમનાં પુષ્પોથી મહેકી ઉઠ્યું હતું,

ચૂપ તું પણ હતો અને હું પણ ચૂપ હતી નજરોના કામણોની કયામત હતી,


ઝરમર વરસાદમાં પલળી રહેલા આપણે પ્રકૃતિનું સૌંદર્ય ચારે કોર છવાયેલું હતું,

આકાશમાં મેઘધનુષ્યે રળિયામણા રંગોની રંગોળી પૂરી હતી,

મન મૂકી મેઘની વર્ષા થઈ હતી,

દિલમાં તમારા આગમનનો ઝળહળાટ થયો હતો,

શબ્દોમાં વર્ણવી ન શકાય એવો લાગણીભર્યો અહેસાસ અનુભવ્યો હતો,


પ્રેમની મુલાકાતની દિલની લાગણીશીલ અહેસાસ બની ગઈ,

રસ્તામાં અચાનક પ્રેમની મુલાકાત થઈ ગઈ હોઠ મૌન અને નજરોથી પ્રેમની રજૂઆત થઈ ગઈ,

દિલથી દિલના દરિયા પ્રેમના મોજાઓની લહેરો હલેસા લેવા લાગી,

જેને જોઈ પાગલ દિલની ધડકન પ્રીત ઘેલી પોકાર કરવા લાગી,

 

આમ, પ્રેમની મુલાકાત દિલથી થવા લાગી,

નજરોથી દિલ પર કામણ કરવા લાગી,

દિલની ધડકન તારા નામે ધડકવા લાગી,

હોઠોનું સ્મિત આંખોમાં લાગણી સમીય છલકવા લાગ્યું,

એક નવો અહેસાસમાં દિલ ઝૂમવા લાગ્યું,

શબ્દો મૌન હતા લાગણી ભાષા આંખો વડે કહેવા લાગી,

પ્રેમની દિલથી મુલાકાત અનીખો પ્રેમ કહાની થવા લાગી.


Rate this content
Log in