Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Romance

4.9  

'Sagar' Ramolia

Romance

પ્રેમના સરવાળા

પ્રેમના સરવાળા

1 min
592


આંખથી સામે અટકચાળા ન કર !

પ્રેમ કરવામાંય સરવાળા ન કર !


આજ છલકે આંખનો દરિયો અહીં,

નીર ચાલ્યાં જાય છે, પાળા ન કર !


ખપ પડે તો જાતથી લેજે લડી,

આ મદદના નામથી ફાળા ન કર !


જિંદગી છે જીવવા જેવી અહીં,

પ્રેમ-નફરતના તું ગોટાળા ન કર !


બોલજે 'સાગર' વિચારીને બધે,

વાતવાતે રોજના ગાળા ન કર !


Rate this content
Log in

Similar gujarati poem from Romance