પ્રેમ એટલે...
પ્રેમ એટલે...
પ્રેમ એટલે મોસમનો પહેલો વરસાદ,
પ્રેમ એટલે તારા આવવાથી મારા જીવનમાં ખીલેલી વસંત,
પ્રેમ એટલે યાદની રાત્રિ અને સપનાની સવાર,
પ્રેમ એટલે તારા દૂર જવાથી અસ્તિત્વમાં પડેલી ખોટ,
પ્રેમ એટલે મારા મોં પરની સ્મિત,
પ્રેમ એટલે નવી પેન લેતા જ તારું નામ હાથ પર લખવું,
પ્રેમ એટલે તારું મારામાં ઓગળવું,
પ્રેમ એટલે મારું તને પૂર્ણ સમર્પણ,
વધારે તો શું કહું...
પ્રેમ એટલે જિંદગી, જિંદગી એટલે તું...
ટૂંક માં... મારો પ્રેમ એટલે તું.