Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Romance

4.5  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Romance

પ્રેમ આમ જ થાય છે

પ્રેમ આમ જ થાય છે

1 min
306


આ છુટ્ટા વાળ રાખવાનું જરા રહેવા દો,

આ મન વેણી વેણી થઈ જાય છે,

તમારી ઝુલ્ફોને લહેરાવવી રહેવા દો,

અહીં પવન સરીખા થઈ પડાય છે,


રશ્મિ આવતું વીંધી ઝાકળ ને ભલે,

અણીયાળી આંખોથી ઉર વીંધાઈ જાય છે,

એ પાંપણને ઝૂકાવાવી જરા રહેવા દો,

આ જીવ પાણી પાણી થઈ જાય છે,


અમથાં ના મલકો, કંઈક કારણ તો રાખો ?

સામુ જોઈને પછી મળવાનું ય રાખો !

ગુલાબી શમણાં સજાવતા રહીને અહીં,

ઓલી મોંઘી નીંદર વેરણ થઈ જાય છે,


ત્રાંસી નજરો ના થયાં છે ત્રાટક ઘણાં,

હવે તો અમસ્તું ય ઓળખી જવાય છે,

વળી, સપનામાં તો તમે રોજ આવો જ છો,

પણ, રૂબરૂ મળો તો ભૂલા પડાય છે,


ક્યાંથી ક્યાં જવું આ પ્રણય કેડીએ,

હવે, જ્યાં જઈએ ત્યાં 'એ' વરતાય છે,

જરા એંધાણીઓ રાખો એ રસ્તાની,

સુગંધ કેરા દરિયે અહીં રોજ ભટકી જવાય છે,


આજે તો તમે કરી નાંખી હદ બેહદ,

એ સ્પર્શ જાણીને અજાણે કરેલ જણાય છે,

હજુ સાચવીને બેઠો છું આ હથેળીને,

આવું મળેલું સુખ એમ થોડું વેડફી દેવાય છે ?


ધૂમ્રસેરો ઘણી ઊઠે છે આજકાલ 'આપણી',

હવે તો કરો ચોખવટ, જરૂર જણાય છે,

'શૈલ' એવું પણ ખરું કે ભ્રમ કદાચ હોય આ,

બાકી મજા છે માનીને કે પ્રેમ આમ જ થાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance