STORYMIRROR

Arjun Gadhiya

Inspirational

3  

Arjun Gadhiya

Inspirational

પ્રભુજી ! તમે તો સુણો

પ્રભુજી ! તમે તો સુણો

1 min
153


માણા થયો છે બહેરો,

પ્રભુજી ! તમે તો સુણો…


દુઃખિયા જનનાં દખડાં ન સુણે, (૨)

સુણવા જાય સુરજના અવાજ‌‌…

પ્રભુજી ! તમે તો સુણો…


અબોલ પશુની પીડા ન સુણે, (૨)

સુણવા ઘેલો બ્રહ્માંડની વાત…

પ્રભુજી ! તમે તો સુણો…


કતલખાનાના દર્દ ન સુણે, (૨)

શોધે પરગ્રહે પ્રાણીનાં પ્રમાણ...

પ્રભુજી ! તમે તો સુણો…


સમસ્યા સામે આ સૃષ્ટિ ઝઝુમે, (૨)

'અર્જુન' કે' એની પુકાર…

પ્રભુજી ! તમે તો સુણો…


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational