પ્રભાવ
પ્રભાવ
'મા' તારા વ્યક્તિત્વનો જ આ પ્રભાવ છે,
કોઈને મદદરૂપ થઇ શકું એવો સ્વભાવ છે,
મનમાં ન કોઇ રાગ દ્વેષ રાખી શકું કદી,
સમગ્ર જીવ પ્રત્યે બસ સદા લગાવ છે,
તારાથી દૂર રહીને સતત તને સ્મરું હું,
ક્યારેક લાગે જીવનમાં તારોજ અભાવ છે,
પાપ-પુણ્યને ભક્તિની રીત નથી જાણતી,
હ્દયમાં હંમેશા સૌ પ્રત્યે સમભાવ છે,
ક્ષમા આપવી એજ મંત્ર યાદ રાખ્યો સદા,
કૌઈ પ્રત્યે કદી ન સેવ્યો જો દુર્ભાવ છે.