Chaitanya Joshi

Inspirational


4  

Chaitanya Joshi

Inspirational


પ્રભાતને

પ્રભાતને

1 min 13.7K 1 min 13.7K

પંખીઓના કલરવે જગાડ્યું પ્રભાતને,

પ્રાર્થનાઓના સૂરે શોભાવ્યું પ્રભાતને.


ઊજાળે નભને પૂર્વ દિશા રવિના સંગે,

દિવાકર કિરણોએ ચમકાવ્યું પ્રભાતને.


થતી આરતી રામમંદિરે સ્તવનો એનાં,

ભક્તિના ઉદયથી મલકાવ્યું પ્રભાતને.


ક્યાંક પ્રભાતફેરીમાં રામ કાને પડતા,

શાળનાં ભૂલકાંએ હસાવ્યું પ્રભાતને.


રજનીરાણી ગૈ દૂરસુદૂર આભ છોડી,

જાગતી શેરીના રવે શણગાર્યું પ્રભાતને.


Rate this content
Originality
Flow
Language
Cover Design