Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vallari Achhodawala

Inspirational

4  

Vallari Achhodawala

Inspirational

પપ્પા, પૂછું સવાલ

પપ્પા, પૂછું સવાલ

1 min
300


નાનપણથી મનમાં ઊઠે છે કન્યા વિદાય પર સવાલ, 

આજે પૂછું તમને પપ્પા, ફરી એ જ સવાલ !


ક્યારે કોઈ દિકરો સાસરે નથી જાતો,

તો દીકરીઓએ કેમ પિયર ત્યજવું પડે ?


નથી કર્યા કોઈ દિકરાએ પત્ની માટે વ્રતો,

તો કેમ, દિકરીઓએ સારા વર માટે ઉપવાસો કરવા પડે ?


એક સાજન માટે સર્વસ્વ ત્જયવું પડે,

જૂના સંબંધો છોડીને નવા નિભાવવા પડે.


અસ્તિત્વ દિકરીનું નવું હવે ઘડાશે,

સંભારણાએ જૂનાં તમને રડાવી જશે. 


કોણે બનાવી આ કન્યાવિદાયની રસમ,

કેમ કરીને આ વસમી વેળા જશે !


મન ભારે અને પાંપણો થશે ભીની,

ઉંબરે ઓળંગતા દિકરી કેમ નોંધારી બનશે !


બાથમાં ભલે ભીડે સાજન, દે હાથમાં હાથ,

પણ અડધી રાતે ઉઠીને ચાદર કોણ ઓઢાવી જશે.


Rate this content
Log in