પપ્પા મારી બે આંખો
પપ્પા મારી બે આંખો


મા મારું હૃદય તો પપ્પા મારી બે આંખો,
જગમાં મોભાનું સ્થાન દેવા,
હિંમત અને સાહસની દીધી મને બે પાંખો.
મારી રાહમાં રોશની ભરતા,
જીવન રાહના તિમિરને હટાવતા,
મારા પપ્પા મારી બે આંખો.
કદાચ પડછાયો લાંબો ટૂંકો થઈ શકે,
પણ પપ્પાનો પ્રેમ અટલ રહે છે,
એ નિઃસ્વાર્થ પ્રેમના સથવારે,
હું ચમકી તિખારે તિખારે,
મારા લક્ષને અજવાળતા,
મારા પપ્પા મારી બે આંખો.