Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Inspirational

2.5  

Shaurya Parmar

Inspirational

પંખીઓ

પંખીઓ

1 min
298


પંખીઓ ક્યાં ભણ્યા હશે ? 

કે એકજ હરોળમાં ઉડે છે, 

માણસો ક્યાં ભણ્યા હશે ? 

જે પાછળ વાળાને નડે છે,


પંખીઓ ક્યાં ભણ્યા હશે ? 

એકસાથે એ ઊંચે ચડે છે, 

માણસો ક્યાં ભણ્યા હશે ? 

જે આગળ વધતાને નડે છે,


પંખીઓ ક્યાં ભણ્યા હશે ? 

માળામાં તણખલા જડે છે, 

માણસો ક્યાં ભણ્યા હશે ? 

જે ઘરમાં ને ઘરમાં નડે છે,


પંખીઓ ક્યાં ભણ્યા હશે ? 

જે સાંજે એકમેકને મળે છે, 

માણસો ક્યાં ભણ્યા હશે ? 

જે અડધી રાતે રખડે છે,


પંખીઓ ક્યાં ભણ્યા હશે ? 

જેમનું જીવન થડે થડે છે, 

માણસો ક્યાં ભણ્યા હશે ? 

જે તરુવરને પણ નડે છે,


પંખીઓ ક્યાં ભણ્યા હશે ? 

સારસ મરે, સારસી રડે છે, 

માણસ ક્યાં ભણ્યા હશે ? 

મરતાકને ભૂત થઈ નડે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational