Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dina Chhelavda

Tragedy Inspirational

4.7  

Dina Chhelavda

Tragedy Inspirational

પક્ષીની વ્યથા

પક્ષીની વ્યથા

1 min
391


પીંજરામાં ઝૂલતા પંખીએ ટહુકામાં

સરનામું આજ આસોપાલવનું પૂછ્યું ! 


પંખીના કલરવે તરફડે ચીસોનો ઝુરાપો

તીણી વેદનાને કોણ જઈ માપે !

ઊડશે જો પાંખે તો ભીતરનો ખાલીપો

ઘણી ડાળીઓને ચૂમીને કૈં આપે !


સૂરજનું કિરણ પેલી ધરતીને રંગતું 

અંધારા ઓરડે એ કેમ પામે !

બારીની તડમાંથી રોજ મૌન નિરખતું

અચરજથી એ ચાંદાની સામે !


સોનેરી પીંજરમાં કેવા રૂપેરી છે હીંચકા

એની પાંખો કરવતથી કંઈ કાપે !

ગુલમહોરની ડાળે છે બુલબુલના ટહુકા

એને લાવીને કોણ ફરી આપે ! 


ઊડવાની ઈચ્છાઓ સળવળતી ઝાઝેરી

પાંખો ફફડતી આજ એક સૂરે !

આંખોની આરપાર ઝંખના ઝૂલે રૂપેરી

કીકીઓમાં રોજ આવી ઝૂરે ! 


 મુક્ત ગગને એને વિહરવા સૌ સંગમાં

એને બંધનમાં ના કદી બાંધો ! 

વાદળોને ઝૂલે એને ઝૂલવા કંઈ રંગમાં

એ વ્યથાના ટહુકાઓ છે જાગો !


પીંજરામાં ઝૂલતા પંખીને ટહુકામાં

આખા આકાશનું સરનામું આપો..!


Rate this content
Log in