Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

પિતૃઓનો આક્રોશ

પિતૃઓનો આક્રોશ

1 min
145


અમારે કાગડો બની

તારે ત્યાં દૂધપાક પુરી ખાવા આવવું નથી

જીવતાં તો ઠાર્યા નથી

તો પછી શું કામ વાસ ખાવાં આવીએ,


કૂતરો કે ગાય બનીને તારે ત્યાં આવવું જ નથી,

કારણકે જીવતાં તો ગાય કૂતરાની જેમ હડધૂત કર્યા હતાં હવે શું આવીએ,


નાં કીડી બનીને કે નાં કોઈ સૂક્ષ્મ સ્વરૂપે તારે ત્યાં નથી આવવું,

તમારી કડવી વાણી હિટ સ્પ્રેની જેમ મારતાં હતાં હવે શું કરવા આવીએ,


અમે જોઈશું દૂર રહીને 

દીવાની જ્યોતિ રૂપે,

તમારાં કર્મનાં ફળ જોઈશું,

તમે જયારે સંતાનોથી હડધૂત થતાં હશો, 

ત્યારે અશ્રુ વહાવતા અમને યાદ કરજે, 


હું તો આવીશ તમારું વ્યાજ બનીને,

અમારી લેણાદેણી પૂરી કરવા માટે,


તને શારીરિક સમસ્યા પડશે ને પથારીવશ થઈશ, 

ત્યારે તને પ્રાયશ્વિત રૂપે અમે યાદ આવીશું,


તને માનસિક સમસ્યાઓ નડશે,

ત્યારે જ તને અહેસાસ થશે,

અમારી માનસિક હાલત કેવી હશે,


તને આર્થિક સમસ્યા નડશે ને,

અમને યાદ કરજે કે કેવી કઠોર પરિશ્રમ

કરીને તને મોટા કર્યા હતાં,

તોય કેવાં અપમાનિત કર્યા અમને,


અમારે પિતૃઓએ શ્રાદ્ધ પક્ષમાં તો તમારે ત્યાં આવવું નથી.


Rate this content
Log in