Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Shaimee Oza lafz

Tragedy Inspirational Others

2  

Shaimee Oza lafz

Tragedy Inspirational Others

પિતા એક અનુભુતિ

પિતા એક અનુભુતિ

1 min
71


હું સંતાન તમારુ તમે પ્યારા પિતા,

જ્યારે હું ભૂલી પડી ત્યારે હિંમત બન્યા,

જીવનમાં જ્યારે હું ભુલી પડી ત્યારે

માર્ગદર્શન તમે કર્યું,

સારા ખોટાની સમજ આપી,જ્યાં હું ખોટી હતી ત્યાં તમે કડક બન્યા,


હું જેવી છું ગાંડી એવી તમે મને સહજ સ્વીકારી;

એ પરમાત્મા પિતા શિવજી જય મહેશ ગિરિજાપતિ,

આ વંદન કરો સ્વીકાર,જાણુ છું પિતા તમે દેવત્વની જંજીરે બંધાયેલા 

છતાંય તમે મારી પોકાર સુણી પિતા દોડ્યા દોડ્યા આવ્યા,


દુઃખનો વરસાદ ભલે ને હોય આપના આશીર્વાદથી મજાનો લાગે,

જ્યારે ઉદાસ હું હોવ ત્યારે આપનો પ્રેમભર્યો દૈવી સ્પર્શ મને હિંમત આપે છે,

પહેલાં પરીક્ષા લઈ પછી પરીક્ષામાં ચોરી કરાવવી પાપા આ લીલા તમારી સમજવા હું રહી અસમર્થ,

સંકટ આપી સંકટ સામે લડવાનો ઉપાય આપનું નામ છે,

તમે દેવાધીદેવ કહેવાતા નથી આદીઅંત તમારો, અજરાઅમર તમે કહેવાતા,


દુનિયાએ બહુ બધું શીખવ્યું છે,હવે કંઈ નવું શીખવાની આદત નથી પિતા,દુઃખમાં ભીંજાઈ ઝુરુ એ પહેલાં આપની વાત્સલ્યરુપી છત્રી 

મને હિંમત આપે છે,આપનું નામ મારે મન પાશુપતાસ્ત્ર,

હું પાગલ તોય સંતાન આપનું,આપની મહાનતા અપાર છે, દરેક જન્મે આપ મારા પિતા બનો એવી અરજ આપના ચરણે.


Rate this content
Log in