Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Gunvant Upadhyay

Others

3  

Gunvant Upadhyay

Others

ફાવ્યું નહીં

ફાવ્યું નહીં

1 min
13.6K


પ્રતિબિંબ જેવું જીવવું ફાવ્યું નહીં;
રેખા સિવાય હાથમાં આવ્યું નહીં.

જોયા હજાર રૂપ; રંગો ને કુમાશ
એકેય દૃશ્ય આંખને ભાવ્યું નહીં.

ફૂલો અનેક જોઈને ઝૂકી નજર
સાકાર રૂપ આંખમાં લાવ્યું નહીં.

તાપો; તપાવો તેજ સમ એણે કહ્યું
ન્હોતું ગમ્યું જો સ્વપ્ન તો તાવ્યું નહીં .

ઉચ્છેદવાને જાતને મથતા રહ્યા;
લીલેરાં કોઈ વૃક્ષને વાવ્યું નહીં


Rate this content
Log in