Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

VARSHA PRAJAPATI

Inspirational

4.5  

VARSHA PRAJAPATI

Inspirational

ફાવે નહીં

ફાવે નહીં

1 min
209


કામ કરવું હોય પૂરું, થાકવું ફાવે નહીં,

સ્વાદ ચાખે જીતનો તો હારવું ફાવે નહીં,


જિંદગીની આ રમત તો ખેલ છે શતરંજનો,

છે તમારા હાથમાં રાજા હવે આ જંગનો,

હારશો કે જીતશો, પણ છોડવું ફાવે નહીં,

સ્વાદ ચાખે જીતનો તો હારવું ફાવે નહીં,


જીતના ઉન્માદને પંપાળ ના તું ગેલમાં,

હારની આશા છતાં, થાકીશ ના તું ખેલમાં,

દોડવાની આ રમતમાં, ચાલવું ફાવે નહીં,

સ્વાદ ચાખે જીતનો તો હારવું ફાવે નહીં,


કર્મ કરતો જા હવે સંઘર્ષ તારો ધર્મ છે,

છોડ આશા ફળ તણી, આધાર સઘળો કર્મ છે,

હસ્તરેખાના ભરોસે બેસવું ફાવે નહીં,

સ્વાદ ચાખે જીતનો તો હારવું ફાવે નહીં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational