પડછાયાની ઉડાન
પડછાયાની ઉડાન
એક પડછાયો દુજો પડછાયો આંબવાને ઝંખે છે,
હસ્ત દ્વારા એક ઉડ્ડયનને માપવાનો ઝંખે છે.
પહોંચવા મંઝિલ તણા શિખર સુધી કાયમ અહીં,
એક માણસ હર પતંગો કપવાને ઝંખે છે.
સ્વપ્નને સાથી બનાવી ને ઘણી મહેનત સજાવી,
આખ ગગનમાં નામ એનું છાપવાને ઝંખે છે.
દૂર કરવાને ધરા - આકાશના અંધારને એ,
આ જગતને રોશની એ આપવાને ઝંખે છે.
જિંદગીને જિંદગીથી સહેજ તાકી લઈ પછી,
સ્વમુખેથી રામને એ જપવાને ઝંખે છે.