Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sheetal Bhatiya

Drama

3  

Sheetal Bhatiya

Drama

પાનખર વિત્યા પછી

પાનખર વિત્યા પછી

1 min
393


નિસર્ગનું ખેલ તો મસ્તાનું છે આ રંગીલું રંગીન !

પાનખર વિત્યા પછીનુંયે જીવન હોય છે સંગીન!

      પાનખર વિત્યા પછીની વેળાએ................


આવી છે નવી ઘડી, નવલું નજરાણું લઈને !

બની પથદર્શક જોયું મેં પાછું ફરી જઈને !

      પાનખર વિત્યા પછીની વેળાએ...............


કાલે હતું પથ મારું સાવ ઉજડું!

આજે જડ્યું મનનું સોનેરી તેજ ઉજળું!

      પાનખર વિત્યા પછીની વેળાએ............


જિંદગીના કોરા કાગળ પર ન લખાયું હતું કંઈ!

પણ આજ તો કલમ મળે છે કાગળને જઈ!

      પાનખર વિત્યા પછીની વેળાએ.......... 


અંધકાર તો જીવનપર્યંત હંમેશ છે રહેવાનો!

જ્ઞાનદીપના અજવાસથી એને છે દૂર કરવાનો!

      પાનખર વિત્યા પછીની વેળાએ..........


ખોવાઈ જાઉં છું હું મારા જ સ્વપ્નોમાં !

શોધું 'સ્વપ્નીલ' બની મુજને મારા સ્નેહીજનોમાં!

      પાનખર વિત્યા પછીની વેળાએ..........


Rate this content
Log in

Similar gujarati poem from Drama