Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Children Stories Inspirational

4.8  

Manishaben Jadav

Children Stories Inspirational

પાંજરે પૂરાયેલ પક્ષીની વ્યથા

પાંજરે પૂરાયેલ પક્ષીની વ્યથા

1 min
1.9K


હે માનવી ! આપણું સર્જન કરનાર એક

આપણું જીવન ચલાવનાર ઈશ્વર પણ એક

તું મને પણ ઊડવા દેને ખુલ્લા ગગને

આ પીંજરાનો મને બહુ લાગે ભાર...!


તું તો મન મૂકીને ભોગવે સ્વતંત્રતા

મને કેમ આપી પીંજરાની પરતંત્રતા,

તું મને પણ ઊડવા દેને ખુલ્લા ગગને

આ પીંજરાનો મને બહુ લાગે ભાર...!


ઈશ્વર આપી છે મને પણ જિંદગી

વિશાળ નભને માપવા ને માણવા

તું મને પણ ઊડવા દેને ખુલ્લા ગગને

આ પીંજરાનો મને બહુ લાગે ભાર...!


ઈશ્વરને મન તો સહુ સરખા

તો તારે સહારે મને કેમ પીંજરા

તું મને પણ ઊડવા દેને ખુલ્લા ગગને

આ પીંજરાનો મને બહું લાગે ભાર...!


Rate this content
Log in