પાલતુ પ્રાણી
પાલતુ પ્રાણી
ભલે પ્રાણી કહેવાય છે,
તેમની પણ તો હોય છે,
એક આગવી ખાસિયત,
સ્વભાવ ને સાથે આદત.
આઝાદ થઇ તેમાં રહેવું,
અને ગમે ત્યાં હરવું ફરવું
સદાય મોજ માં જીવવું
જીવનનો આનંદ માણવું.
પામવા પ્રેમ અને બલકાર,
પશુ પણ બને છે લાચાર,
બને છે પાલતુ જીવનભર,
કરીને આઝાદી ન્યોછાવર.
શું મેળવ્યું ? અને શું ખોયું ?
તે પાછળ વળી ન જોયું,
પાલતુ પશુની પણ કદી તો,
ક્યારે રોઈ હશે આંખો જો.
પરિવાર એનું પણ તો હશે,
કોણ એની વેદના જાણશે ?
