ઓ કાન્હા
ઓ કાન્હા
ઓ કાન્હા...
આજે તને મળવા
ઝંખે આ મન રે
મારે ઘેર આવજે રે.
આવ્યા રૂડો જન્માષ્ટમીનો દિન રે,
હૈયામાં તારું નામ ગૂંજે રે..
ભકતો તારી વાટ જુએ રે.
ભાવનાસભર હૈયે મનડું નાચે રે,
માનવ મહેરામણ રંગેચંગે ઉલ્લાસ મનાવે રે....
ઓ કાન્હા...
આજે તને કહીએ.....
તારા વિના અધૂરાં છીએ,
વાટ જોઈ રહ્યાં નર નારી રે,
ઓ શ્યામ ...
મહેરામણ જુએ વાટડી રે,
ઓ નંદજીના લાલ રે
આવ તને મળવા ઝંખે મન રે.
ઓ કાન્હા....
આજે તને પોકારી રહ્યાં રે,
આવ તું તને ઝૂલાવીએ રે.
યુવાધન હિલોળે ચડ્યું રે..
રાધા ને સાથે લઈ વ્હેલો આવજે રે.
રૂડાં તોરણીયા બંધાવ્યા દ્વારે રે.
વાટ જુએ તારી ભાવિક ભક્તો રે...
ઓ કાન્હા...
આજે તને કહીએ રે,
હેપી બર્થડે, હેપી બર્થડે, હેપી બર્થડે કાન્હા રે,
નંદ ઘેર આનંદ ભર્યો જય કનૈયા લાલકી.