નવી અંતાક્ષરી - 14
નવી અંતાક્ષરી - 14
(૪૦)
રમતો ઊડતો હોલો જાય,
નીચે ઊતરીને ચણ ખાય.
ઝરણાં ઠેકે ને ઠેકે વાડ,
કોઈને ન કરતો રંજાડ.
(૪૧)
ડાળ કોતરે થડ કોતરે,
પતરંગો એમાં ઘર કરે.
ઘરમાં પ્રવેશતો શાનથી,
ખુશી થાય એની કમાલથી.
(૪ર)
થનક થૈ નાચતી જાય,
કાબર તો જીવડાં ખાય.
જીવડાં ખાઈ પેટ ભરે,
કલબલ કરતી બધે ફરે.
(ક્રમશ:)