નવાબી હોય છે
નવાબી હોય છે
1 min
6.9K
જાત ફૂલોની નથી તો પણ ગુલાબી હોય છે.
એક માણસ કેટલો ભીતર શરાબી હોય છે.
એક સાથે જીવવાના કોલ કરતાં હોય જે,
આ બધી વાતો, તમે માનો કિતાબી હોય છે.
છે અહીનો એ ભલે વતની, છતાં માને નહી,
શહેરનો માણસ પહેલેથી હિસાબી હોય છે.
રોજ સર્જાતા રહે પ્રશ્નો અંહી જીવનતણા,
આ નગરના માણસો હાજર જવાબી હોય છે.
હાથ નાખો તો મળે ખિસ્સા બધા ખાલી ભલે,
"કલ્પ" સાથે બેસનારા તો, નવાબી હોય છે.