Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bharat Thacker

Classics Inspirational

4.5  

Bharat Thacker

Classics Inspirational

નમન, સ્મૃતિવન

નમન, સ્મૃતિવન

1 min
478


રણ, દરિયો અને ડુંગરા, કચ્છ માટે વિધિના વિધાન છે

ભુજિયા ડુંગરનો છે આગવો ઈતિહાસ, ભુજિયો કચ્છની શાન છે

ભુજિયા ડુંગર પર બનાવેલ ‘સ્મૃતિવન સ્મારક’, ભૂકંપની યાદોનું છે નિશાન

દરેક ભૂકંપ પીડીતો માટે છે અલગ વૃક્ષ, ‘સ્મૃતિવન સ્મારક’ યાદોનું દરવાન છે


ભુજિયાની ટોચ પર, ભુજંગ મંદિરના થાય દર્શન અને સનસેટ પોઈન્ટનું રસપાન છે

ખાસ બનાવેલા જળાશયોમાં દેખાતા ભૂકંપ પીડીતોના નામ, શ્રધ્ધાંજલી સમાન છે

‘સ્મૃતિવન સ્મારક’માં પુરી ઈકોલોજી સીસ્ટમના પડકારનું શોધાયુ છે સમાધાન

‘સ્મૃતિવન સ્મારક’ની મુલાકાત ધ્યાન, ચિંતન અને પ્રકૃતિની યાત્રા જેવું વરદાન છે


સંઘર્ષ-હર્ષ, જોશ-હોશ અને વિસર્જન-નવસર્જનનું આગવું બહુમાન છે

ધીંગી ધરા, ધીંગા ઢોર, ધીંગી બોલી અને ધીંગા બોલનું રણકાર ભર્યું ગાન છે

આફતને પણ અવસરમાં ફેરવતી કચ્છીયત અને કચ્છનું છે માન સન્માન

‘સ્મૃતિવન સ્મારક’માં છે સમગ્ર કચ્છનું દર્શન અને કચ્છની સંસ્કૃતિ નું જ્ઞાન છે


બાલકૃષ્ણ દોશીના વાસ્તુ શિલ્પા કન્સલટન્ટનું શિલ્પકામ જાજરમાન છે

અલગ અલગ વિભાગો માં કરી વહેચણી, દરેક ભાગમાં ફુંકી જાન છે

પ્રધાન સેવક ના કચ્છ માટે કાયમી પ્રતીત થતા પ્યારનું છે એમાં અનુસંધાન

કચ્છના જોવાલાયક સ્થળો માં હવે, ‘સ્મૃતિવન સ્મારક’નું આગવું સ્થાન છે


Rate this content
Log in